TRIPS શું છે? તાજેતરમાં ભારત અને અન્ય કેટલાક રાષ્ટ્રો દ્વારા Covid-19 વેક્સીન અંગે ટ્રીપ્સ વેવર(છૂટછાટ)ની માંગ કરી છે આ અંગે તમારું મંતવ્ય જણાવો.

પ્રશ્ન: TRIPS શું છે? તાજેતરમાં ભારત અને અન્ય કેટલાક રાષ્ટ્રો દ્વારા Covid-19 વેક્સીન અંગે ટ્રીપ્સ વેવર(છૂટછાટ)ની માંગ કરી છે આ અંગે તમારું મંતવ્ય જણાવો. (GS-3)

Question: What is TRIPS(Tread related intellectual property rights)? Recently India and some other countries demanded TRIPS Waiver for Covid 19 Vaccine. What is your stand on it. Justify. (GS-3)

જવાબ:

Þ TRIPS (Tread related intellactual property rights) એ 1985-1994 દરમિયાન મળેલી ઉરુગ્વે કોન્ફરન્સના અંતે સ્વીકારવામાં આવેલ વ્યાપક એગ્રીમેન્ટ છે         

Þ WTO (વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન)ના સભ્ય દેશો આ કરાર અંતર્ગત IP (Intellactual Property) અંગે ન્યુનતમ સંરક્ષણ આપવા  બંધાયેલ છે.

TRIPS અંતર્ગત

કોપીરાઇટસ

ટ્રેડમાર્કસ

જીયોગ્રાફિકલ ઇન્ડીકેશન

Þ ઇન્ડસ્ટ્રીયલ ડીઝાઇન વગેરેને આવરી લેવામાં આવે છે

Þ આમ છતાં TRIPS અંતર્ગત CL (Compulsory Licence) , PI (Parallel Import), Limited Protection વગેરે જોગવાઈઓ છે જે અંતર્ગત જે-તે રાષ્ટ્ર IP નો ભંગ કરવાની છૂટછાટ આપી શકે છે

Þ તાજેતરમાં ભારત અને આફ્રિકાના દેશો દ્રારા કોવીડ-19ની વેક્સિન અને મેડીકલ ઉપકરણોની પહોંચ વધારવા વૈશ્વિક સ્તરે TRIPS વીવેરની માંગ કરવામાં આવી રહી છે.

          IP Waiverની જરૂરિયાત

  • વેક્સિનનું ઉત્પાદન મર્યાદિત છે જયારે માંગ ખુબ જ વધુ (હાલમાં સમગ્ર વિશ્વમાં 550 Cror ડોઝની જરૂરિયાત)
  • મોટાભાગની રસી વિકસિત દેશોમાં ઉપલબ્ધ
  • કોરોના મહામારીને નાથવા સમગ્ર માનવજાતનું રસીકરણ આવશ્યક
  • માનવજીવનને બચાવવા નૈતિકતાના ધોરણે IP Waiver આપવું જોઈએ.

          IP Waiver આપવું ના જોઈએ

  • IP Waiver  આપવાથી ભવિષ્યમાં ફાર્માસ્યુટિકલ કંપનીઓને R & D માટે પ્રોત્સાહન નહીં મળે
  • IPR એ વેકસીનની ઉપલબ્ધતા સમક્ષ એકમાત્ર પડકાર નથી, API (Active Pharmasutical ingrediants) ની ઉપલબ્ધતા, સપ્લાય ચેઈન વગેરે પડકારો પણ છે
  • IP Waiver સિવાય લાઇસન્સ ટ્રાન્સફર વગેરે જેવા વિકલ્પો પણ ઉપલબ્ધ છે
  • IP Waiver ના લીધે વેકસીનની ગુણવતા જોખમાવાનું સંભવ છે.

          આગળનો માર્ગ

      તત્કાલીન મહામારીને ધ્યાનમાં રાખી ભારત જેવા દેશોનું પગલું સરાહનીય છે. પરંતુ આવી છૂટછાટ મર્યાદિત સમય માટે હોવી જોઈએ. આ ઉપરાંત વેક્સિન મૈત્રી, કોવેક્ષ પ્લેટફોર્મ, વોલેન્ટરી પેટન્ટ ટ્રાન્સફર વગેરે વિકલ્પો ઉપર પણ ભાર મુકવો.

Leave a Comment

error: Content is protected !!