ભારતના બંધારણ ઉપર વારંવાર આરોપ લગાવવામાં આવે છે કે તે ઉધાર લેવામાં આવેલું બંધારણ છે. ભારતીય બંધારણને અનન્ય બનાવતા પાસાઓની ચર્ચા કરો

પ્રશ્ન:   ભારતના બંધારણ ઉપર વારંવાર આરોપ લગાવવામાં આવે છે કે તે ઉધાર લેવામાં આવેલું બંધારણ છે. ભારતીય બંધારણને અનન્ય બનાવતા પાસાઓની ચર્ચા કરો. (GS-2)

Question: Indian Constitution criticized as borrowed constitution. Discuss unique features of Indian constitution. (GS-2)

જવાબ:

ભારતીય બંધારણના પિતામહ ગણાતા બાબાસાહેબ આંબેડકર દ્વારા બંધારણ સભામાં આ બાબત ગર્વ પૂર્વક કહેવામાં આવી હતી કે ભારતનું બંધારણ વિશ્વના અનેક બંધારણના શ્રેષ્ઠ પાસાઓના સમન્વયથી બનાવવામાં આવ્યું છે.

     ભારતીય બંધારણના અનન્ય પાસાઓ:

1. વિશ્વનું સૌથી મોટું બંધારણ

  • ભૌગોલિક વ્યાપ્ત અને સાંસ્કૃતિક વૈવિધ્ય.
  • ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935નો પ્રભાવ, જે પ્રમાણમાં ખૂબ મોટો હતો.
  • કેન્દ્ર અને રાજ્ય માટે એક જ બંધારણ.
  • વહીવટી પ્રક્રિયાઓની વિગતવાર ચર્ચા.
  • બંધારણ સભામાં વકીલોની મોટી સંખ્યામાં હાજરી.

2. સાર્વત્રિક વયસ્ક મતાધિકાર

  • આઝાદીના સમયે ભારતમાં શિક્ષાનું સ્તર, માથાદીઠ આવક, સામાજિક અસમાનતા વગેરે પરિબળોને અવગણી સાર્વત્રિક વયસ્ક મતાધિકાર આપવામાં આવ્યો છે.

3. સંસદીય લોકશાહી

  • ધારસભા અને કારોબારી વચ્ચે સંકલનના સિધ્ધાંત આધારિત લોકશાહી સ્થાપના કરવામાં આવી છે.

4. મજબૂત કેન્દ્ર ધરાવતું સંઘરાજ્ય

  • ભારતનું બંધારણ ‘સંઘરાજ્ય’નો ઉલ્લેખ ન કરતું હોવા છતાં પોતાની જોગવાઈઓ દ્વારા ભારતને સંઘરાજ્ય તરીકે પ્રસ્થાપિત કરે છે જેમ કે,
  • બંધારણનું લેખિત સ્વરૂપ
  • દ્વિગૃહિય સંસદીય પ્રણાલી
  • કેન્દ્ર-રાજ્યો વચ્ચે સતાનું વિભાજન
  • સ્વતંત્ર ન્યાયપાલિકા વગેરે

      5. સંસદીય સાર્વભૌમત્વ અને ન્યાયિક સર્વોચ્ચતાનો સમન્વય

  • ભારતની સંસદ બંધારણીય સુધાર દ્વારા મોટાભાગની બંધારણીય જોગવાઈઓ સુધાર કરી શકે છે, બીજી તરફ ન્યાયપાલિક  ન્યાયિક સમીક્ષા દ્વારા સંસદીય કાયદાને ગેરબંધારણીય ઠેરવી શકે છે

.

6. ઓલ ઇન્ડિયા સર્વિસ – અમલદારશાહી

  • લોકશાહીની સાથે અમલદારશાહીનો સ્વીકાર ભારતના બંધારણમાં ઓલ ઇન્ડિયા સર્વિસની સ્થાપના દ્વારા જોવા મળે છે.

7. કટોકટીની જોગવાઈઓ

  •  ભારતનું બંધારણ વિશ્વનું એક માત્ર લોકશાહી બંધારણ છે જે કટોકટીની જોગવાઈઓ અને કટોકટી દરમ્યાન બંધારણીય હકોની મોકૂફીનું આટલી વિગતે વર્ણન કરે છે.
  • કટોકટીની જોગવાઈઓ ભારતને સંઘાત્મક માળખામાંથી એકાત્મક ઢાંચામાં પરાવર્તિત કરે છે.

8. અન્ય પાસાઓ

  • મૂળભૂત હકો
  • રાજયનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો
  • મૂળભૂત ફરજો
  • કો-ઓપરેટીવ સોસાયટી વગેરે

ભારતનું બંધારણ વિશ્વના અનેક બંધારણોના અભ્યાસ બાદ જરૂર બનાવાયું છે પરંતુ બંધારણ સભાએ તેને ભારતીયતા આપવામાં કોઇ કસર છોડી નથી.

Leave a Comment

error: Content is protected !!