ભારત હરિતક્રાંતિની નકારાત્મક અસરો ભોગવી રહ્યું છે. વર્તમાન સમયમાં ભારતને ‘કલાઈમેટ સ્માર્ટ એગ્રીકલ્ચર’ ની તાતી જરૂરિયાત છે. વિશ્લેષણ કરો

પ્રશ્ન:     ભારત હરિતક્રાંતિની નકારાત્મક અસરો ભોગવી રહ્યું છે. વર્તમાન સમયમાં ભારતને ‘કલાઈમેટ સ્માર્ટ એગ્રીકલ્ચર’ ની તાતી જરૂરિયાત છે. વિશ્લેષણ કરો. (GS-3)

Question: India is witnessing negative implications of ‘Green revolution’. At present ‘Climate Smart Agriculture’ is need of time. Evaluate. (GS-3)

જવાબ:

ભારત ખાદ્યસુરક્ષાને સંતોષવામાં હરિતક્રાંતિનો ફાળો અનન્ય રહ્યો છે પરંતુ વર્તમાનમાં ભારત હરિતક્રાંતિની નકારાત્મક અસરો ભોગવી રહ્યું છે.

          નકારાત્મક અસરો

  • રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો વધુ પડતો ઉપયોગ
  • જમીનની ફળદ્રુપતા ઘટી અને સાંદ્રતા વધી છે.
  • મર્યાદિત ક્ષેત્ર વિસ્તારમાં (માત્ર ઉત્તર-પશ્ચિમ ભારતમાં)
  • મર્યાદિત પાકો માટે હરિતક્રાંતિ શક્ય બની છે. આથી ઘઉં અને ચોખા આધારિત ‘Monocropping’ ની સમસ્યા ઉદભવી છે.
  • પાણીની વધુ માંગના લીધે ભૂગર્ભ જળનો વધુ પડતો ઉપયોગ.
  • ભારતના ઉત્તર-પશ્ચિમ ક્ષેત્ર વિસ્તારમાં ભૂગર્ભ જળનો જથ્થો સમાપ્ત થવાના આરે છે.
  • નીતિ આયોગ અનુસાર ભારત ચોખા અને ખાંડના સ્વરૂપમાં ‘પાણીની નિકાસ’ કરી રહ્યું છે.
  • કૃષિ ક્ષેત્રમાં મર્યાદિત ખાનગી રોકાણ.
  • કૃષિ જમીનનું વિભાગીકરણ. (Fragmentation of land holding)
  • ઉત્પાદકતામાં ઘટાડો થતા કૃષકોની આવકમાં ઘટાડો.

          કલાઈમેટ સ્માર્ટ એગ્રીકલ્ચર જરૂરિયાત

  • ભારતનો 55% કૃષિ વિસ્તાર હજુ વરસાદ આધારિત છે જળવાયુ પરિવર્તનની સૌથી વધુ અસરો ભારતના કૃષિ ક્ષેત્ર ઉપર થનાર છે.
  • ‘Drought resilient crop’ની જરૂરિયાત.
  • ખાદ્યસુરક્ષાની સાથે પોષણસુરક્ષા માટે ધાન્ય પાકો, કઠોળ વગેરેનો પ્રોત્સાહન આપવા.
  • કૃષિ અને સંલગ્ન પ્રવૃતિઓ ભારતમાં ગ્રીન હાઉસ ગેસના (14%) ઉત્પાદન માટે જવાબદાર ત્રીજા ક્રમનું ક્ષેત્ર છે. વળી મિથેનના ઉત્પાદનમાં 73% સાથે આ ક્ષેત્રનો ફાળો સૌથી વધુ છે.
  • ભારતના પેરિસ કલાઈમેટ ડીલ અંતર્ગતના કરારોની પૂર્તિ માટે.
  • કૃષિની ઉત્પાદકતા, સંતોષીતા વધારવા અને કૃષકોની આવક બમણી કરવા.
  • ‘ખાદ્ય-પાણી-ઉર્જા’ વચ્ચેનું વિષચક્ર (vicious cycle) તોડવા.

          પગલાઓ

  • GM technology નો ઉપયોગ કરી Drought resilient crop વિકસાવવા.
  • સૌર ઉર્જાને પ્રોત્સાહન આપવું.
  • ડ્રીપ અને માઇક્રો ઇરીગેશનને પ્રોત્સાહન આપવું.
  • PM-Aasha  યોજના અંતર્ગત અન્ય પાકોને પ્રોત્સાહિત કરવા.

  ભારતીય કૃષિને સંપોષિત બનાવવા, સમગ્ર ખાદ્ય ચેઈનને પોષણયુક્ત બનાવવા અને ભારતના કૃષકોના હિતોની જાળવણી માટે ભારતને Evergreen revolution ની જરૂરિયાત છે.

Leave a Comment

error: Content is protected !!