પ્રશ્ન: વૈશ્વિકસ્તરે ક્રૂડના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. તેના કારણો જણાવો. ભારત ઉપર થનારી અસરો જણાવો. ભારત માટે ઉચિત લાંબાગાળાના પગલાં સૂચવો. (GS-3)
Question: Crude oil price are increasing at global level. Give reasons. Explain its’ impact on India. Suggest long term measures for India. (GS-3)
જવાબ:
રશિયા યુક્રેન યુદ્ધ સંદર્ભે આંતરરાષ્ટ્રીય ક્રૂડના ભાવ ૧૦૦ $ થી વધી ચૂક્યા છે. પરંતુ છેલ્લાં કેટલાક સમયથી વધી રહેલા ક્રૂડના ભાવો માટે એક કરતા વધુ કારકો જવાબદાર છે.
ભાવ વધારાના કારણો
- COVID-19ની અસરો
- COVID-19 દરમિયાન OPEC+ રાષ્ટ્રો દ્વારા ઘટાડવામાં આવેલું ઉત્પાદન.
- વૈશ્વિક અર્થતંત્રમાં મહામારી બાદ ઝડપી સુધારો થતાં માંગમાં વધારો.
- OPEC રાષ્ટ્રો દ્વારા મર્યાદિત ઉત્પાદન વધારો.
- વૈશ્વિક સપ્લાય ચેઈનમાં થયેલું ભંગાણ.
- ક્રોસ ઈલાસ્ટીસિટી (CROSS ELASTICITY)
- અન્ય કોમોડિટીની અછતના લીધે ક્રૂડની માંગમાં વધારો થયો છે.
- ઉદા. તાજેતરમાં વૈશ્વિક સ્તરે સર્જાયેલ કોલસાની અછત
- રશિયા યુધ્ધના લીધે યુરોપમાં નેચરલ ગેસ સપ્લાયમાં ભંગાણ થવાની નીતિ.
- અન્ય કારણો
- અમેરિકા દ્વારા ઈરાન ઉપર લગાવવામાં આવેલા આંતરરાષ્ટ્રીય આર્થિક પ્રતિબંધો.
- સાઉદી અરેબિયામાં રીફાઇનરી ઉપર કરવામાં આવેલા હુમલાઓ.
ભારત ઉપર થનારી અસરો
- ભારત પોતાની જરૂરિયાતના 80% ક્રૂડની આયાત કરે છે. આથી વધતા ક્રુડ ઓઈલના ભાવોની ભારત જેવા દેશો ઉપર બહુઆયામી અસરો થાય છે.
- Current account deficit માં વધારો.
- વિદેશી હૂંડિયામણમાં ઘટાડો.
- ડોલર સમક્ષ રૂપિયો નબળો બનશે.
- ભારતમાં સ્થાનિક સ્તરે પેટ્રોલ, ડીઝલ, એવિએશન ફયુલ વગેરેના ભાવમાં વધારો.
- પરિવહન ખર્ચ વધતા ફુગાવાનો દર વધશે.
- સરકાર ઉપર ફયુલ ટેક્ષ ઘટાડવા દબાણ થવાની સંભાવના.
- બજેટ ખાદ્યમાં વધારો થશે.
લાંબાગાળાના પગલાઓ
- ક્રૂડની આયાતના સ્ત્રોતોમાં વૈવિધ્ય લાવવું.
- ક્રૂડની સ્થાનિક ઉત્પાદકતા વધારવી.
- બિનપરંપરાગત ઉર્જા સ્ત્રોતોના ઉપયોગ વધારવો. ઉદા. ઇલેક્ટ્રિક વ્હીકલને પ્રોત્સાહન આપવું.
- હાઈડ્રોજનની ઉર્જા સ્ત્રોત તરીકેની વ્યવહારિકતા તપાસવી.
- ઈથેનોલ બ્લેન્ડીંગ પ્રોગ્રામને વેગ આપવો.
સતત વિકાસ લક્ષ્યાક 9 હાંસલ કરવા ભારતે ઉર્જા ક્ષેત્રે આત્મનિર્ભરતા કેળવવી અનિવાર્ય છે.