પ્રશ્ન: આઝાદી બાદ જમીન સુધારણા ક્ષેત્રે લેવામાં આવેલા પગલાઓની ચર્ચા કરો. (GS-1)
Question: Discuss step taken in field of land reform after independence. (GS-1)
જવાબ:
જમીનનું અર્થઉપાર્જનના સાધન તરીકે સમાન વિતરણ, માલિકીપણું, વેચાણ, વારસાગત હસ્તાંતરણ વગેરે નિયમન કરવાની પ્રક્રિયાને જમીન સુધારણા કહે છે.
આઝાદી બાદ ભારતમાં જમીન સુધારણાની જરૂરિયાત
- મર્યાદિત જમીનદારો અને વચેટીયાઓ દ્વારા ખેડૂતોનું – જમીન / ખેત મજૂરોનું શોષણ.
- જમીનનું અસમાન વિતરણ.
- ખેતી/કૃષિ ક્ષેત્રે ખાનગી રોકાણ નહીંવત.
- માથાદીઠ આવક ખૂબ ઓછી.
- ગ્રામીણ ક્ષેત્રમાં ગરીબીનું વધુ પડતું પ્રમાણ.
ઉપરોક્ત પરિબળોને ધ્યાનમાં લેતા જમીન સુધારણાને સામાજિક-આર્થિક ન્યાયના ટૂલ તરીકે જોવામાં આવે છે.
જમીન સુધારણાના પગલાઓ
- જમીનદાર-મધ્યસ્થી નાબૂદી
- કૃષકો અને સરકાર વચ્ચે સીધો સંબંધ સ્થાપિત કરવો એ સુધારનો મુખ્ય હેતુ હતો.
- આઝાદીની લડત દરમિયાન જ જમીનદાર-જાગીરદારોનો ઉપનિવેશવાદના સામાજિક ચિન્હો તરીકે સામાજિક બહિષ્કાર કરવામાં આવ્યો હતો.
- સુધારો મહદઅંશે સફળ રહ્યો, અંદાજે ૨ કરોડ જમીન વિહોણોઓને જમીનની ફાળવણી કરવામાં આવી.
- પરંતુ જમીન ખાનગી ઉપયોગ (કૃષિ ઉત્પાદન) માટે રાખવાની છૂટ આપવામાં આવી હતી અને ટોચ મર્યાદા નિશ્ચિત ન હોવાથી સમસ્યા ઊભી થઈ હતી.
- ભાડા-કરાર અંગેના સુધારા
- ખેતજમીન ભાડા કરાર નો કાયદાસર સ્વીકાર કરવામાં આવ્યો.
- ભાડુઆતોને હકાલપટ્ટી સામે રક્ષણ આપવામાં આવ્યું.
- ભાડાનો દર નીચો કરવામાં આવ્યો.
- ‘ખેડે તેની જમીન’ અંતર્ગત માલિકી હકો આપવામાં આવ્યા.
- આ સુધારના લીધે મોટા ભાગના કરારો બિનલેખિત બન્યા. માત્ર 4% માલિકી હકોનું હસ્તાંતરણ શક્ય બન્યું.
- જમીન ટોચ મર્યાદા અને જમીન વિતરણ
- જમીનની ટોચ મર્યાદાથી ઉપરની જમીનનું ફરજીયાત હસ્તાંતરણ કરી જમીનવિહોણા કૃષકોને ફાળવવાનો હેતુ હતો.
- જમીન રેકોર્ડનો અભાવ, કાયદામાં અનેક અપવાદો વગેરેના લીધે મર્યાદિત સફળતા.
- જમીન એકત્રીકરણ
- જમીનના કાયદાઓ અને વારસાગત હસ્તાંતરણના નિયમોના કારણે જમીનનું વિભાગીકરણ (fragmentation) વધ્યું હતું અને વ્યક્તિદીઠ ‘હોલ્ડીંગ’ ઘટ્યું હતું.
- કૃષિ ઉત્પાદન વધારવા અને રોકાણને પ્રોત્સાહિત કરવા જમીન એકત્રિકરણની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
- નેશનલ ડિજિટલ લેન્ડ રેકોર્ડ મોર્ડનાઈઝેશન પ્રોગ્રામ
- જમીન રેકોર્ડની ગુણવતા સુધારવા અને તેનું ડિજિટલાઇઝેશન કરવા હાથ ધરવામાં આવેલ કાર્યક્રમ છે..
- અન્ય સુધારા
- લેન્ડ એક્વિઝીશન એક્ટ, 2013 (Land acquisition act).
- મોડલ ટેનેનસી એક્ટ 2016.
- સ્વામિત્વ સ્ક્રીમ, 2020.
વર્તમાન સમયમાં જમીન અર્થતંત્રમાં મહત્વનો મૂડી સ્ત્રોત છે. આથી, આ ક્ષેત્રે ઝડપી સુધારા સમયની માંગ છે.