સેટેલાઈટ આધારિત ઇન્ટરનેટ સેવા શું છે? તેના ફાયદા અને પડકાર વર્ણવો

પ્રશ્ન:  સેટેલાઈટ આધારિત ઇન્ટરનેટ સેવા શું છે? તેના ફાયદા અને પડકાર વર્ણવો.(GS-3)

Question: What is satellite based internet service. Enlist its benefits and challenges.(GS-3)

જવાબ:

સેટેલાઈટ આધારિત ઇન્ટરનેટ સેવા એટલે પરંપરાગત મોબાઈલ ટાવર અને ઓપ્ટિકલ ફાઈબર નેટવર્કના ઉપયોગ સિવાય LEO (લો અર્થ ઑરબીટ) સેટેલાઇટનો ઉપયોગ કરીને ડેટાની આપ-લે કરવી.

ઉદા. અમેરિકાની સ્પેસ એક્સ કંપની દ્વારા સ્ટારલિંક પ્રોજેક્ટ અંતર્ગત અંદાજે 42000 સેટેલાઇટના ઉપયોગ દ્વારા સમગ્ર વિશ્વમાં સેટેલાઈટ આધારિત ઇન્ટરનેટ સેવા પૂરી પાડવાનો ઉદ્દેશ્ય ધરાવે છે.

ફાયદાઓ:

  • ઇન્ટરનેટ સેવાઓનો ભૌગોલિક વ્યાપ વધશે. વર્તમાનમાં જે દુર્ગમ વિસ્તારમાં ઇન્ટરનેટની પહોંચ નથી ત્યાં સરળતાથી ઇન્ટરનેટ ઉપલબ્ધ કરાવી શકાશે.
  • વિપરીત સંજોગોમાં અવિરત સેવાઓની આપૂર્તિ થઇ શકશે. ઉદા. યુદ્ધની પરિસ્થિતિ.
  • ઓપ્ટિકલ ફાઈબરની સરખામણીમાં અંદાજિત બે ગણી વધુ ઝડપે સંદેશાઓની આપ-લે શક્ય બનશે.
  • ઇન્ટરનેટની ભરોસાપાત્રતામાં વધારો થશે. હાલમાં વિશ્વના અંદાજે 3 કરોડ લોકો અનિયમિત, ધીમી ઇન્ટરનેટ સ્પીડ વગેરેનો સામનો કરી રહ્યા છે.

પડકારો:

  • સંપૂર્ણ વિશ્વમાં સેટેલાઈટ બેઝડ ઇન્ટરનેટ માટે મોટી સંખ્યામાં સેટેલાઈટની જરૂરીયાત
  • સંપૂર્ણ પ્રોજેક્ટનો પ્રારંભિક ખર્ચ ખૂબ વધુ આથી ઇન્ટરનેટ સેવાનો ખર્ચ પણ વધુ આવશે.
  • અંતરિક્ષમાં સ્પેસ કચરાનું પ્રમાણ વધવાની સંભાવના છે.
  • લાઈટનું પ્રદૂષણ વધશે જે જૈવસૃષ્ટી અને ખગોળવૈજ્ઞાનિકો માટે સમસ્યા ઊભી કરશે.

હાલમાં સેટેલાઈટ બેઝ્‍ડ ઇન્ટરનેટ ઉભરી રહેલી તકનીકી છે. ઉપરોક્ત પડકારોના સમાધાન દ્વારા આ તકનીકી આવનારા ભવિષ્યમાં ઇન્ટરનેટ ક્ષેત્રે આમૂલ પરિવર્તનની સંભાવના ધરાવે છે.

Leave a Comment

error: Content is protected !!