પ્રશ્ન: સંઘવાદ એ ભારતના બંધારણનો મૂળભૂત ઢાંચાનો ભાગ છે. ભારતમાં સંઘવાદ વિરુદ્ધના પડકારોની ચર્ચા કરો. તેના ઉકેલ સૂચવો.
Question: Federalism is basic structure of constitution. Discuss challenge against it. Give solutions. (GS-2)
જવાબ:
ભારતના બંધારણમાં અનુચ્છેદ-1 માં ભારતનો ઉલ્લેખ રાજ્યોના બનેલા સંઘ તરીકે કરવામાં આવ્યો છે. પરંતુ ભારતના બંધારણની અનેક જોગવાઇઓ જેવી કે બંધારણનું લેખીત સ્વરૂપ, બંધારણની 7 મી અનુસૂચિમાં સંઘ અને રાજ્યો વચ્ચે વિષયોનું વર્ગીકરણ, સ્વતંત્ર ન્યાયપાલિકા વગેરે ભારતને સંઘવાદનું સ્વરૂપ આપે છે. વળી 1994ના એસ.આર.બોમ્માઈ વિ. ભારત સંઘ ચૂકાદામાં સર્વોચ્ચ અદાલતે સંઘવાદને ભારતના બંધારણના મૂળભૂત ઢાંચાનો ભાગ ગણાવ્યો છે.
સંઘવાદ વિરુદ્ધના પડકારો:
- રાજ્યોમાં ગર્વનરની કેન્દ્ર દ્વારા નિયુક્તિ અને રાજકીય હિતમાં તેમની બદલી, કાર્યકાળની સમાપ્તી વગેરે.
- રાજ્યપાલ દ્વારા વિધાનસભા ભંગની કાર્યવાહી.
- રાજ્યપાલ દ્વારા વિવેકાધીન શક્તિઓનો ગેરઉપયોગ (ઉદા. કર્ણાટકમાં રાજ્યપાલના સરકાર નિયુક્તિના નિર્ણયને અયોગ્ય ગણાવી સુપ્રિમકોર્ટ બે દિવસમાં ‘ફ્લોર ટેસ્ટનો’ આદેશ આપ્યો હતો.
- રાજ્યમાં રાજકીય હિતમાં રાષ્ટ્રપતિ શાસન (ઉદા. ઉત્તરાખંડમાં લગાવવામાં આવેલ રાષ્ટ્રપતિ શાસનને સર્વોચ્ચ અદાલતે રદ્દ કર્યું હતું.
- રાજ્યપાલ દ્વારા રાજ્યના ખરડાને રાષ્ટ્રપતિની મંજૂરી માટે અનામત રાખવા.
- રાજ્યોમાં સેન્ટ્રલ ફોર્સની નિયુક્તિ
- કાયદાકીય બાબતોમાં ‘ફેડરલ સુપ્રિમસી’(Federal Supremacy)
- રાજ્યયાદીના વિષયો ઉપર સંસદનું અતિક્રમણ
- નાણાકીય ભંડોળની અસમાન વહેંચણી
ઉપરોક્ત પડકારો ઉપરાંત વર્તમાન સમયમાં કેટલાક વિવાદોના લીધે કેન્દ્ર રાજ્ય સંબંધોમાં તકરાર ઊભી થઈ છે.
- રાજ્યો દ્વારા સી.બી.આઇને આપવામાં આવતી જનરલ કન્સન્ટ(General Consent) પાછી ખેંચવી. હાલમાં 9 રાજ્યો આવું કરી ચૂક્યાં છે.
- રાજ્યો દ્વારા એન.આઇ.એ જેવી સેન્ટ્રલ એજન્સીનો વિરોધ
- તાજેતરમાં બી.એસ.એફના અધિકાર ક્ષેત્રમાં કરવામાં આવેલા બદલાવનો આસામ, પશ્ચિમ બંગાળ વગેરે રાજ્યોમાં વિરોધ.
- સિટિઝનશીપ અમેન્ડમેન્ટ એક્ટ, એન.આર.સી., એન.પી.આર વગેરે મુદ્દે કેન્દ્ર અને રાજ્યો વચ્ચે અસહમતી.
- ઑલ ઇન્ડિયા સર્વીસિઝના સેન્ટ્રલ ડેપ્યુટેશન અંગેના નિયમોમાં કરવામાં આવેલા પ્રસ્તાવિત સુધારાનો રાજ્યો દ્વારા વિરોધ.
- જી.એસ.ટી કમ્પેંસેસના મુદ્દે રાજ્યો અને કેન્દ્ર વચ્ચે અસમંજસ.
ઉકેલો:
- કેન્દ્રો-રાજ્યો વચ્ચેના વિષયોના વર્ગીકરણ માટે સર્વોચ્ચ અદાલત દ્વારા સૂચવવામાં આવેલા ‘પીથ એન્ડ સબસ્ટન્સ’ સિદ્ધાંતનો ઉપયોગ કરવો.
- કારોબારી વિવાદોના ઉકેલ માટે સરકારીયા કમિશનની ભલામણો અનુસરવી. (ઉદા. રાજ્યપાલની નિમણુક સી.એમની સલાહથી અને શક્ય હોય ત્યા સુધી નિશ્ચિત કાર્યકાળ)
- નાણાકીય ક્ષેત્રમાં ઉકેલો માટે ફાઇનાન્સ કમિશન, જી.એસ.ટી. કાઉન્સિલ વગેરે મંચનો ઉપયોગ કરવો.
ભારત રાષ્ટ્રનિર્માણની પ્રક્રિયામાંથી પસાર થઈ રહેલો વૈવિધ્યપૂર્ણ દેશ છે. આથી લોકશાહીની ઢબે આ વિવાદનો ઉકેલ જ દેશના સંઘાત્મક ઢાંચાને વધુ મજબૂત બનાવશે.