પ્રશ્ન: બ્લોકચેઈન ટેકનોલોજી શું છે? જીવનના વિવિધ ક્ષેત્રોમા તેની ઉપયોગીતા અને પડકારો જણાવો. (GS-3)
Question: What is block chain technology? Explain its utility and challenges in various field of life. (GS-3)
જવાબ:
સરળ શબ્દોમાં બ્લોકચેઈન એ વિસ્તૃત અથવા વિકેન્દ્રિતકૃત ખાતા (Distributed or decentralized ledger) સંચાલનની તકનીકી છે. ક્રિપ્ટોગ્રાફી આધારિત આ એક કરતાં વધુ તકનીકોનો સમન્વય છે. ક્રિપ્ટોકરન્સી માટે સૌપ્રથમ વખત સાતોશી નાકોમોટો દ્વારા ઉપયોગમાં લેવામાં આવેલી આ તકનીકી વર્તમાનમાં જીવનમાં વિવિધ ક્ષેત્રોમા ઉપયોગીતા ધરાવે છે.
- નાણાકીય ક્ષેત્ર
- ક્રિપ્ટોકરન્સી અને સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સીના નિર્માણમાં
- ટ્રાન્ઝેક્શન ચાર્જ ઘટાડી શકાશે.
- અર્થતંત્રમાં રોકડનું પ્રમાણ ઘટશે.
- આંતરરાષ્ટ્રીય ટ્રાન્ઝેક્શન જેમ કે રેમિટન્સ ટ્રાન્સફર સરળ બનશે.
- ગવર્નન્સ
- વહીવટી ક્ષેત્રનુ ડિજિટલાઇઝેશન કરવા.
- વહીવટમાં પારદર્શિતા અને જ્વાબદેહિતા વધારવા.
- કૃષિ ક્ષેત્ર
- લેન્ડ રેકોર્ડનું ડિજિટલાઇઝેશન કરવા.
ઉદા. તેલંગણા રાજ્ય દ્વારા આ માટે બ્લોકચેઈનનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
- ઇન્ફોર્મેશન ટેકનોલોજી ક્ષેત્ર
- વર્તમાનમાં WEB 3.0 અંતર્ગત ઈન્ટરનેટ સેવાઓને બ્લોકચેઈન ટેકનોલોજી આધારિત બનાવવાનો પ્રયાસ ચાલી રહ્યો છે.
ઉદા. ભારતની ચિંગારી એપ્લીકેશન પોતાની સેવાઓ WEB 3.0 આધારિત બનાવી છે.
- જાહેર સુરક્ષા અને કાયદો વ્યવસ્થા
- ગુનેગારોની હિસ્ટ્રી જાળવવા, પોલીસ અને કોર્ટ અને અન્ય સંસ્થાઓ વચ્ચે ડેટાની ઈન્ટરઓપરેબલીટી વધારવા.
- અન્ય
- આ ઉપરાંત ઓટોમોબાઇલ, હેલ્થ, કોર્પોરેટ વગેરે ક્ષેત્રોમા આ ટેકનોલોજીના ઉપયોગનો અવકાશ છે.
પડકારો
- જટિલ અને ધીમી તકનીકી છે.
ઉદા. એક બીટકોઈન ટ્રાન્ઝેક્શનની નોંધણી થતા દસ મિનીટ જેટલો સમય લાગે છે.
- ઉચ્ચ સ્તરીય પ્રોસેસિંગ યુનિટ જરૂરી.
- હાલમાં મર્યાદિત ક્ષેત્રોમા ઉપયોગ.
- ઉર્જાનો વધુ પડતો ઉપયોગ.
- નોન સ્ટેટ એકટર દ્વારા ગેરકાનૂની પ્રવૃત્તિ માટે ઉપયોગની સંભાવના.
- ઉચ્ચ સ્તરીય માનવ સંશાધન જરૂરી.
- રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે સ્પષ્ટ નિયમન નથી.
- પ્રાઈવસીના ઉલ્લંઘનની ભીતિ.
ભવિષ્યમાં કવાંટમ કમ્પ્યુટર અને સુપર કમ્પ્યુટરના વિકાસ સાથે બ્લોકચેઈન ટેકનોલોજીનો વ્યાપ ઝડપી બનશે. તાજેતરમાં ભારત સરકારે રાષ્ટ્રીય બ્લોકચેઈન સ્ટ્રેટજી દ્વારા આ દિશામાં મહત્વનું પગલું લીધું છે.