ભારત તેની આઝાદીના 75માં વર્ષની ઉજવણી કરી રહ્યું છે. આઝાદીના 75 વર્ષોમાં ભારત સંવિધાનના આમુખમાં વર્ણવવામાં આવેલા આદર્શોને કેટલી હદ સુધી ચરિતાર્થ કરી શક્યું છે? વિવેચનાત્મક મૂલ્યાંકન કરો

પ્રશ્ન:   ભારત તેની આઝાદીના 75માં વર્ષની ઉજવણી કરી રહ્યું છે. આઝાદીના 75 વર્ષોમાં ભારત સંવિધાનના આમુખમાં વર્ણવવામાં આવેલા આદર્શોને કેટલી હદ સુધી ચરિતાર્થ કરી શક્યું છે? વિવેચનાત્મક મૂલ્યાંકન કરો.(GS-2)

Question: India is celebrating its 75 years of Independence To what extant India has achieved/realized constitutional ideals described in preamble. Critically evaluate.(GS-2)  

જવાબ:

“બંધારણનું આમુખ બંધારણની ભવિષ્યવાણી સમાન છે.” – ક.મા. મુનશી.

ભારતીય બંધારણના આદર્શોના સારરૂપ આમુખ કેટલી હદ સુધી વાસ્તવિકતામાં પરિણમ્યું એ તપાસવું સમયની માંગ છે.

ભારતીય બંધારણના આમુખમાં વર્ણવેલા આદર્શો:

  • ભારતનું બંધારણ ભારતના લોકોને સ્વતંત્રતા, સમાનતા, ન્યાય, બંધુતાના આદર્શો આપે છે.
  • બંધારણ વ્યક્તિગત ગરિમા અને રાષ્ટ્રીય એકતા, અખંડિતતાનું સંરક્ષક છે.

વર્તમાન સમયના પડકારો

  • ભારતનું લોકતંત્ર વૈશ્વિકીકરણ, આંતરરાષ્ટ્રીય મહાસતાઓ, નવઉપનિવેશવાદ (Neocolonization) વગેરેના લીધે સાર્વભૌમત્વના પડકારો અનુભવી રહ્યું છે.
  • ‘World democracy Report’ માં ભારતનું સ્થાન 58માં ક્રમે છે જે ભારતને ‘મર્યાદિત લોકશાહી’ તરીકે વર્ગીકૃત કરે છે.
  • સમાજમાં પ્રવર્તી રહેલી ધર્માંધતા, મોબ લીંચીગ વગેરે ધર્મનિરપેક્ષતાને પડકારે છે.
  • ભારતમાં લૈંગીક, વર્ગીય, જાતિય વગેરે અસમાનતાઓ પ્રવર્તમાન છે.
  • સંસદમાં મહિલાઓની ભાગીદારી માત્ર 14% છે.
  • મહિલાઓની શ્રમ ભાગીદારી માત્ર 20% જેટલી છે.
  • ‘OXFAM’ રીપોર્ટ 2021 મુજબ ભારતના ટોચના 10% લોકો પાસે દેશની 57% સંપતિ છે.
  • ડિજિટલ યુગમાં ‘ઈન્ટરનેટ શટડાઉન’ એ વ્યક્તિગત સ્વતંત્રતાના હનન સમાન છે. ભારત વિશ્વમાં સૌથી વધુ અને સૌથી લાંબા સમય માટે ઈન્ટરનેટ શટડાઉન કરનાર દેશ છે.

આમુખના આદર્શોની પરિપૂર્તિ

  • ભારતમાં સર્વોચ્ચ પદ (રાષ્ટ્રપતિની લોકતાંત્રિક ઢબે ચૂંટણી)
  • નબળા વર્ગના ઉત્થાન માટે શૈક્ષણિક અને જાહેર સેવાઓમાં આરક્ષણની જોગવાઈ.
  • પંચાયતોમાં 33% મહિલા આરક્ષણની જોગવાઈ.
  • બંધારણના અનુચ્છેદ 25 થી 28 દ્વારા ધાર્મિક સ્વતંત્રતાના મૂળભૂત અધિકારો.
  • રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોને લાગુ કરવા ઘડવામાં આવેલી યોજનાઓ ‘કલ્યાણકારી રાજ્યનું’ સ્વરૂપ આપે છે.

ઉદા. ગરીબ કલ્યાણ યોજના, મનરેગા વગેરે

  • 42માં બંધારણીય સુધાર દ્વારા નબળા વર્ગ માટે ન્યાયિક સેવાઓ મફત કરવામાં આવી છે.

ભારત રાષ્ટ્ર નિર્માણની પ્રક્રિયામાંથી પસાર થઈ રહ્યું છે. ‘અમૃત કાળ’માં ભારત ઉપરોક્ત પડકારોનો સામનો કરી આમુખમાં વર્ણવેલા બંધારણીય આદર્શોની પૂર્તિ કરવા કટીબદ્ધ છે.

Leave a Comment

error: Content is protected !!