કુલ ઘરેલું ઉત્પાદન શું છે? તેની ગણતરીની પદ્ધતિઓ વર્ણવો.

પ્રશ્ન : કુલ ઘરેલું ઉત્પાદન શું છે? તેની ગણતરીની પદ્ધતિઓ વર્ણવો. (GS-3)

Question: What is GDP(Gross Domestic Product)? What are the different method of calculating? Explain anyone in brief. (GS-3)  

જવાબ:

નિશ્ચિત સમયગાળામાં (સામાન્ય રીતે એક વર્ષ) જે તે રાષ્ટ્રની ઇકોનોમિક ટેરીટરીમાં ઉત્પાદિત થતા અંતિમ વસ્તુ (final goods) ઓના મૂલ્યને તે રાષ્ટ્રનું કુલ ઘરેલું ઉત્પાદ કહે છે.

          જી.ડી.પીની ગણતરી માટેની ત્રણ પદ્ધતિઓ છે.

  1. Income Method (આવકની પદ્ધતિ)
  2. Expenditure Method (ખર્ચની પદ્ધતિ)
  3. Value added Method (મુલ્ય ઉમેરણની પદ્ધતિ)
  • અર્થતંત્રમાં ઉભી થતી વસ્તુઓની અને સેવાઓની માંગના (Demand)ના આધારે જી.ડી.પીની ગણતરી કરી શકાય છે.

          અર્થતંત્રમાં જે વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન થાય છે અંતે તે ચાર ક્ષેત્રો દ્વારા ખરીદમાં આવે છે.

  • Household sector (ઘરેલું માંગ) – C
  • Government sector (સરકાર દ્વારા માંગ) – G
  • Private sector (ખાનગી ક્ષેત્ર દ્વારા માંગ) – I
  • External sector (બાહ્ય ક્ષેત્ર દ્વારા માંગ) – (X-Im)
  • અહી X = export
  • Im = Import
  • ગાણિતિક સ્વરૂપે
  • GDP = C + I +G (X-Im)
  • ઉપરોક્ત સૂત્ર પરથી કહી શકાય કે જો દેશ દ્વારા X = export વધારવામાં આવે અને Im = Import ઘટાડવામાં આવે તો દેશના જી.ડી.પી માં વધારો થાય છે.
  • આ ઉપરાંત જો દેશમાં સેવિંગના દરમાં વધારો થાય તો તે ઇન્વેસ્ટમેન્ટમાં પરિણમે છે એટલે કે I – ખાનગી ક્ષેત્ર દ્વારા નવું રોકાણ કરવામાં આવે છે. અને C- ઘરેલું માંગમાં પણ વધારો થાય છે.
  • સામાન્ય રીતે G – સરકારી માંગ જી.ડી.પી નો સૌથી મોટો સ્ત્રોત હોય છે આથી સરકારી ખર્ચની જી.ડી.પી વૃદ્ધિ ઉપર ખુબ અસર થાય છે. 

Leave a Comment

error: Content is protected !!