આઝાદી બાદ જમીન સુધારણા ક્ષેત્રે લેવામાં આવેલા પગલાઓની ચર્ચા કરો.

પ્રશ્ન:  આઝાદી બાદ જમીન સુધારણા ક્ષેત્રે લેવામાં આવેલા પગલાઓની ચર્ચા કરો. (GS-1)

Question: Discuss step taken in field of land reform after independence. (GS-1)

જવાબ:

જમીનનું અર્થઉપાર્જનના સાધન તરીકે સમાન વિતરણ, માલિકીપણું, વેચાણ, વારસાગત હસ્તાંતરણ વગેરે નિયમન કરવાની પ્રક્રિયાને જમીન સુધારણા કહે છે.

આઝાદી બાદ ભારતમાં જમીન સુધારણાની જરૂરિયાત

  • મર્યાદિત જમીનદારો અને વચેટીયાઓ દ્વારા ખેડૂતોનું – જમીન / ખેત મજૂરોનું શોષણ.
  • જમીનનું અસમાન વિતરણ.
  • ખેતી/કૃષિ ક્ષેત્રે ખાનગી રોકાણ નહીંવત.
  • માથાદીઠ આવક ખૂબ ઓછી.
  • ગ્રામીણ ક્ષેત્રમાં ગરીબીનું વધુ પડતું પ્રમાણ.

ઉપરોક્ત પરિબળોને ધ્યાનમાં લેતા જમીન સુધારણાને સામાજિક-આર્થિક ન્યાયના ટૂલ તરીકે જોવામાં આવે છે.

જમીન સુધારણાના પગલાઓ

  1. જમીનદાર-મધ્યસ્થી નાબૂદી
  2. કૃષકો અને સરકાર વચ્ચે સીધો સંબંધ સ્થાપિત કરવો એ સુધારનો મુખ્ય હેતુ હતો.
  3. આઝાદીની લડત દરમિયાન જ જમીનદાર-જાગીરદારોનો ઉપનિવેશવાદના સામાજિક ચિન્હો તરીકે સામાજિક બહિષ્કાર કરવામાં આવ્યો હતો.
  4. સુધારો મહદઅંશે સફળ રહ્યો, અંદાજે ૨ કરોડ જમીન વિહોણોઓને જમીનની ફાળવણી કરવામાં આવી.
  5. પરંતુ જમીન ખાનગી ઉપયોગ (કૃષિ ઉત્પાદન) માટે રાખવાની છૂટ આપવામાં આવી હતી અને ટોચ મર્યાદા નિશ્ચિત ન હોવાથી સમસ્યા ઊભી થઈ હતી.
  6. ભાડા-કરાર અંગેના સુધારા
  7. ખેતજમીન ભાડા કરાર નો કાયદાસર સ્વીકાર કરવામાં આવ્યો.
  8. ભાડુઆતોને હકાલપટ્ટી સામે રક્ષણ આપવામાં આવ્યું.
  9. ભાડાનો દર નીચો કરવામાં આવ્યો.
  10. ‘ખેડે તેની જમીન’ અંતર્ગત માલિકી હકો આપવામાં આવ્યા.
  11. આ સુધારના લીધે મોટા ભાગના કરારો બિનલેખિત બન્યા. માત્ર 4% માલિકી હકોનું હસ્તાંતરણ શક્ય બન્યું.
  12. જમીન ટોચ મર્યાદા અને જમીન વિતરણ
  13. જમીનની ટોચ મર્યાદાથી ઉપરની જમીનનું ફરજીયાત હસ્તાંતરણ કરી જમીનવિહોણા કૃષકોને ફાળવવાનો હેતુ હતો.
  14. જમીન રેકોર્ડનો અભાવ, કાયદામાં અનેક અપવાદો વગેરેના લીધે મર્યાદિત સફળતા.
  15. જમીન એકત્રીકરણ
  16. જમીનના કાયદાઓ અને વારસાગત હસ્તાંતરણના નિયમોના કારણે જમીનનું વિભાગીકરણ (fragmentation) વધ્યું હતું અને વ્યક્તિદીઠ ‘હોલ્ડીંગ’ ઘટ્યું હતું.
  17. કૃષિ ઉત્પાદન વધારવા અને રોકાણને પ્રોત્સાહિત કરવા જમીન એકત્રિકરણની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
  18. નેશનલ ડિજિટલ લેન્ડ રેકોર્ડ મોર્ડનાઈઝેશન પ્રોગ્રામ
  19. જમીન રેકોર્ડની ગુણવતા સુધારવા અને તેનું ડિજિટલાઇઝેશન કરવા હાથ ધરવામાં આવેલ કાર્યક્રમ છે..
  20. અન્ય સુધારા
  21. લેન્ડ એક્વિઝીશન એક્ટ, 2013 (Land acquisition act).
  22. મોડલ ટેનેનસી એક્ટ 2016.
  23. સ્વામિત્વ સ્ક્રીમ, 2020.

વર્તમાન સમયમાં જમીન અર્થતંત્રમાં મહત્વનો મૂડી સ્ત્રોત છે. આથી, આ ક્ષેત્રે ઝડપી સુધારા સમયની માંગ છે.

Leave a Comment

error: Content is protected !!