PPP (પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપ) શું છે. માળખાગત સુવિધાઓના વિકાસ માટે અમલમાં મૂકવામાં આવેલા વિવિધ PPP મોડલોની ચર્ચા કરો

પ્રશ્ન:    PPP (પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપ) શું છે. માળખાગત સુવિધાઓના વિકાસ માટે અમલમાં મૂકવામાં આવેલા વિવિધ PPP મોડલોની ચર્ચા કરો. (GS-3)

Question: What is PPP (Public Private Partnership). Discuss various model of PPP used in field of infrastructure development. (GS-3)

જવાબ:

‘પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપ’ (PPP) ની કોઈ નિશ્ચિત વ્યાખ્યા નથી. નાણા મંત્રાલયના ‘ડીપાર્ટમેન્ટ ઓફ ઇકોનોમિક અફેર્સ’ મુજબ સરકાર અથવા નિયમનકારી સંસ્થા અને ખાનગી ક્ષેત્ર વચ્ચે માળખાગત સુવિધાઓના વિકાસ માટે કરવામાં આવતી ભાગીદારી એટલે PPP.

વિવિધ PPP મોડેલો

  1. Engineering Procurement Construct (EPC) model
  2. ખાનગી ક્ષેત્ર દ્વારા પ્રોજેક્ટની ડિઝાઈન, માલસામાનની ખરીદી અને સુવિધાનો વિકાસ કરવામાં આવે છે.
  3. તૈયાર પ્રોજેક્ટ સરકારને સોંપવામાં આવે છે.
  4. ખરા અર્થમાં  PPP મોડેલ નથી.
  5. Cost-plus model
  6. જે પ્રોજેક્ટના ખર્ચનો અંદાજ અગાઉથી ના કરી શકાય એમ હોય એવા કિસ્સામાં આ મોડલનો ઉપયોગ થાય છે.
  7. ખાનગી ક્ષેત્રને પ્રોજેક્ટના ખર્ચ ઉપરાંત અગાઉથી નિશ્ચિત પ્રોફિટ ચૂકવવામાં આવે છે.
  8. ખાનગી ક્ષેત્રને પ્રોજેક્ટનો ખર્ચ વધારવા, સંશાધનોના બિનકાર્યક્ષમ ઉપયોગ વગેરે માટે પ્રેરે છે.
  9. BOT (Build-Operate Transfer) model
  10. ખાનગી ક્ષેત્ર માળખાગત સુવિધાનું નિર્માણ કરે છે. મર્યાદિત સમય (સામાન્ય રીતે ૩૦ વર્ષ) સુધી તેનું સંચાલન કરે છે અને બાદમાં પ્રોજેક્ટનું સરકારને હસ્તાંતરણ કરે છે.
  11. Build Operate Own Transfer (BOOT) Model
  12. BOT મોડલ સમાન જ છે પરંતુ, ખાનગી ભાગીદારને મર્યાદિત સમય માટે માલિકીપણા ના અધિકારો આપવામાં આવે છે.
  13. આથી ખાનગી ક્ષેત્રને સંસ્થાગત ક્રેડીટ મેળવવી સરળ બને છે.
  14. Design Build Finance Operate and Transfer
  15. પ્રોજેક્ટની ડિઝાઈનથી માંડી નિર્માણ સુધીનું કાર્ય ખાનગી ક્ષેત્ર દ્વારા કરવામાં આવે છે.
  16. પ્રોજેક્ટનું સંપૂર્ણ ખર્ચ ખાનગી ક્ષેત્ર ભોગવે છે. જે સંચાલન દ્વારા વસૂલ કરે છે.
  17. પ્રોજેક્ટ સાયકલના અંતે સરકારને હસ્તાંતરીત કરવામાં આવે છે.
  18. HAM (Hybrid Annuity Model)
  19. આ મોડલ BOT Annuity અને EPC મોડલનો સમન્વય છે.
  20. પ્રોજેક્ટની ડિઝાઈન અને નિર્માણનું કાર્ય ખાનગી ક્ષેત્ર દ્વારા કરવામાં આવે છે. આ દરમિયાન પ્રોજેક્ટનો 40% ખર્ચ ચૂકવવામાં આવે છે.
  21. 60% ખર્ચ વાર્ષિક ધોરણે ચૂકવવામાં આવે છે. સૌથી ઓછો વાર્ષિકી ખર્ચના આધારે ખાનગી ભાગીદારની પસંદગી કરવામાં આવે છે.

ભારત સરકાર દ્વારા જુદી જુદી માળખાગત સુવિધાઓના વિકાસ માટે સમયાંતરે જુદા જુદા મોડલ અપનાવવામાં આવ્યા છે. તાજેતરમાં રજૂ કરવામાં આવેલા નેશનલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પાઈપલાઈન અને નેશનલ મોનેટાઈઝેશન પાઈપલાઈનનો હેતુ માળખાગત ક્ષેત્રે ખાનગી હિસ્સેદારી વધારવાનો છે.

Leave a Comment

error: Content is protected !!