પ્રશ્ન: સુભાષચંદ્ર બોઝની નીતિ-રીતિની સાંપ્રત સમયમાં ચર્ચા કરો. (GS-1)
Question: Discuss relevance of ideology & actions of Subhas Chandra Bose in presence context. (GS-1)
જવાબ:
ભારત સુભાષચંદ્ર બોઝની 125મી જન્મજયંતિ ‘પરાક્રમ દિવસ’ તરીકે ઉજવી રહ્યું છે. આ સંદર્ભે તેમની નીતિ-રીતિની વર્તમાન સંદર્ભમાં પ્રાસ્તવિકતા તપાસવી અનિવાર્ય છે.
1. અનન્ય રાષ્ટ્રભક્તિ
· ‘ડોમેનિયન સ્ટેટ્સ’ વિરુદ્ધ સંપૂર્ણ આઝાદીની માંગ.
· ગાંધીજી દ્વારા ‘દેશભક્તોમાં દેશભક્ત’ની ઉપાધી.
· વર્તમાન સમયમાં વધી રહેલા આત્યંતિક રાષ્ટ્રવાદ, ધર્માધતા, વગેરે સંદર્ભે નાગરિકોમાં ટોચની રાષ્ટ્રભક્તિ જરૂરી છે.
2. ધર્મનિરપેક્ષતા
· વર્તમાનમાં હિજાબ વિવાદ, સોશિયલ મીડિયામાં ‘બુલી બાઈ’ જેવી એપ્લીકેશનના માધ્યમથી ધાર્મિક તંગદિલી ઊભી થઈ છે એ સંદર્ભ સુભાષચંદ્ર બોઝની ધર્મનિરપેક્ષ વિચારધારા પ્રાસ્તાવિક છે.
3. મહિલા સશક્તિકરણ
· વર્તમાનમાં –સૈન્યમાં મહિલાઓની મર્યાદિત હાજરી.
· સંસદ, શ્રમ ક્ષેત્ર, શિક્ષણ ક્ષેત્રમાં પુરુષોની સાપેક્ષમાં ઓછી હાજરી.
· સુભાષચંદ્ર બોઝ દ્વારા લૈંગીક સમાનતાની વિચારધારા હેઠળ ‘રાણી લક્ષ્મિબાઈ રેજીમેન્ટ’ નામની વિંગ ‘આઝાદ હિંદ ફોજ’માં સ્થાપી હતી.
4. ધ્યેયની નૈતિકતા
· સુભાષચંદ્ર દ્વારા ‘માર્ગ’ અને ‘ધ્યેય’ ની નૈતિકતામાંથી ધ્યેયની નૈતિકતાને વધુ મહત્વ આપવામાં આવ્યું હતું. તેમના મતે હિંસાના માર્ગે પણ સ્વતંત્રતા મેળવવી ઉચિત હતી.
· વર્તમાનમાં રશિયા-યુક્રેન યુધ્ધમાં સ્વતંત્રતા માટે હાર્ડ પાવરની પ્રસ્તાવિકતા ફરી એક વખત પૂરવાર થઈ છે.
5. સમાનતા
· સુભાષબાબુ દ્વારા ‘સ્વતંત્ર ભારત સરકાર’ તેમજ આર્મીમાં તમામ જાતી, વર્ગ વગેરેના લોકોનો સમાવેશ આપ્યો હતો.
6. આયોજનબદ્ધ આર્થિક વિકાસ
· વર્તમાનમાં ભારતીય અર્થતંત્રને ૫ ટ્રીલીયન ડોલરનો લક્ષ્યાંક હાંસિલ કરવા અને મહામારી બાદ મજબૂત અર્થતંત્ર બનાવવા ઔદ્યોગિકીકરણ અને આધુનિકતા આધારિત આર્થિક વિકાસની તાતી જરૂરિયાત છે.
7. મીડિયાનો યથાર્થ ઉપયોગ
· લોકશાહીના ચોથા સ્તંભ તરીકે ઓળખાતા મીડિયાનો જનસમૂહ હિતાર્થે શ્રેષ્ઠ ઉપયોગ થઈ શકે છે. સુભાષચંદ્ર બોઝ દ્વારા આ કાર્ય ન્યુઝપેપર (ફોરવર્ડ અને સ્વરાજ), રેડિયો (આઝાદ હિન્દ રેડિયો) ના માધ્યમથી કર્યું હતું.
ગાંધીજી અને સુભાષબાબુની નીતિ-રીતિમાં ભેદ હોવા છતાં બંને એકબીજાના પ્રત્યે આદર ધરાવતા હતા. ગાંધીજીને સુભાષચંદ્ર દ્વારા આપવામાં આવેલું ‘રાષ્ટ્રપિતાનું બિરુદ’ આ વાતનો પુરાવો છે.