સેન્ટ્રલ બેંક રિઝર્વ કરન્સી એટલે શું છે? તેના ફાયદા અને પડકરો જણાવો | What is CBDC(Central Bank Digital Currency). Enlist its benefits and challenges

પ્રશ્ન:  સેન્ટ્રલ બેંક રિઝર્વ કરન્સી એટલે શું છે? તેના ફાયદા અને પડકરો જણાવો.(GS-3)

Question: What is CBDC(Central Bank Digital Currency). Enlist its benefits and challenges.(GS-3)  

જવાબ:

ભારત સરકાર દ્વારા નિયુક્ત કરવામાં આવેલી સુભાષચંદ્ર ગર્ગ સમિતિ દ્વારા ભારતમાં ખાનગી ક્રિપ્ટોકરન્સી ઉપર પાબંધી મૂકવાની અને સેન્ટ્રલ બેંક રિઝર્વ કરન્સી(CBDC) રજૂ કરવાની ભલામણ મૂકવામાં આવી છે.

CBDC એ ડિજિટલ ટોકન છે જે રાષ્ટ્રની સેન્ટ્રલ બેન્ક દ્વારા રજૂ કરવામાં આવે છે. આ ટોકનનું મૂલ્ય દેશની મુદ્રિત કરન્સી ઉપર આધારિત હોય છે. ઉદા. ઇકવાડોર, વેનેઝુએલા(પેટ્રો), ટુનિશિયા વગેરે દેશો CBDC લાવી ચૂક્યા છે.   

CBDCના ફાયદા:

  • અર્થતંત્રમાં ‘કેશ ટૂ જી.ડી.પી.’ રેશીયો ઘટશે.
  • નાણાકીય સમાવેશન વધશે.

વર્તમાનમાં યુ.એસ.એ જેવા વિકસીત દેશોમાં પણ 5% લોકો બેંકીંગ સેવા સાથે જોડાયેલા નથી અને ખર્ચાળ સેવાઓને લીધે 20% લોકો નિયમિત ઉપયોગ ટાળે છે.

  • ખાનગી ક્રિપ્ટોકરન્સીમાં થતુ જોખમી રોકાણ અટકાવી શકશે.
  • આંતરરાષ્ટ્રીય નાણાકીય વ્યવહારો સરળ અને સસ્તા થશે.
  • દેશમાં ફિનટેક ક્ષેત્રને પ્રોત્સાહન મળશે.
  • વ્યક્તિગત બિઝનેસ ક્ષેત્રોમાં પારદર્શિતા, સુગમતા અને નાણાકીય સુરક્ષામાં વધારો થશે.
  • આર્થિક ક્ષેત્રની ગતિવિધિઓનું યોગ્ય મૂલ્યાંકન સરળ બનશે.

આથી, જી.ડી.પી ની ગણતરી, ફુગાવાના અંદાજો, ફિસકલ પોલીસી નિર્માણ વગેરેની ગુણવતામાં સુધારો થશે.

  • સેન્ટ્રલ બેન્કની મોનિટરી પોલીસિ વધુ સારી રીતે લાગુ કરી શકાશે. 

CBDCના પડકારો:

  • અર્થતંત્રમાં માળાખાકીય બદલાવો આવશે. જેમ કે અર્થતંત્રમાં બચત, રોકાણ, વ્યાજ દરો, નાણાકીય સેવાઓ વગેરે ઉપર CBDC ની અસરો અંગે અનિશ્ચિતતા છે.
  • બેંક બચતમાં ઘટાડો થશે, પરિણામે અર્થતંત્રમાં નાણાકીય પ્રવાહિતતા અને ક્રેડિટ ફ્લો ઘટશે.
  • RBI (સેન્ટ્રલ બેંક) ઉપર કાર્યભારણ વધશે. (ખાસ કરીને CBDC Direct Model કિસ્સામાં)
  • વર્તમાનમાં ક્રિપ્ટોકરન્સી ઉપર સાઈબર એટેકના કિસ્સાઓ નોંધાઇ ચૂક્યા છે.
  • પ્રાઇવસી અને ડેટા પ્રોટેક્શનના પડકારો

CBDC એ ઉભરી રહેલી ટેક્નોલોજીના અર્થતંત્ર ઉપરના પ્રભાવનું ઉદાહરણ છે. ભારત જેવા વિશાળ અર્થતંત્રમાં આ વ્યવસ્થાને પાઈલટ પ્રોજેક્ટના સ્વરૂપમાં લાગુ કરી તેના પરિણામોને આધારે આગળ વધવું જોઈએ.

gpsc material | gpsc ojas | spcf hand writtten material |

error: Content is protected !!